Anilkumar Rathwa (Sameer) 10 Jun 2026 ग़ज़ल प्यार-महोब्बत #Google#bing#chhotaudepur#instagram 1310 0 Gujarati :: ગુજરાતી
ઘરને અજવાળવાની જીદમાં મેં ઘરને સળગાવ્યું છે, તને પામવાની તરસમાં મેં ખુદને રઝળાવ્યું છે. ભીતરમાં તો આંસુઓનો દરિયો છે છુપાયેલો, હોઠો પર મેં સતત સ્મિતનું એક મહોરું લગાવ્યું છે. નજરો મળી ને જે ક્ષણે મેં પલકારા રોક્યા હતા, એ યાદોને મેં મારા હૃદયમાં રત્ન સમું જડાવ્યું છે. છાંયડામાં બેસીને કોઈ ન સમજી શકે રણની પીડા, મેં ખુલ્લા આકાશે રહીને તડકાને શણગાર બનાવ્યો છે. કોઈ પૂછે જો કે કેમ આટલી ખામોશી છે ‘મિત્ર’, મેં અંદરના શોરને દુનિયાથી બહુ દૂર છુપાવ્યું છે.