Anilkumar Rathwa (Sameer) 23 May 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 7018 0 Hindi :: हिंदी
વર્ષોના ફાંફા મારવા કરતા, આજમાં જીવી લે તું, ચોવીસ કલાકની શક્તિને આજે અજમાવી લે તું. ભવિષ્યનું ચિંતાતુર મુખડું અરીસે ન શોધ મિત્ર, આજના પુરુષાર્થથી નસીબની રેખાઓ બદલાવી લે તું. મોટા આયોજનના ભારમાં ક્યાંક ડગમગી ના જાય, આજનું કામ પૂરું કરીને સફળતાને પામી લે તું. દુનિયાની ભીડમાં ખોવાઈ જવું એ તો જૂની વાત, પોતાની અલગ ઓળખ આજે કલમે કંડારી લે તું. 'સમીર' તારી મહેનતનો હવે જોરદાર રંગ જામશે, આજના દિવસને તારી સફરનો પાયો બનાવી લે તું.