Anilkumar Rathwa (Sameer) 08 Jun 2026 ग़ज़ल दुःखद #Google#bing#chhotaudepur#instagram 2142 0 Gujarati :: ગુજરાતી
કોઈ પૂછે છે, કે કેમ આટલા મૌન રહો છો? હકીકતમાં તો હું મારા જ શબ્દોમાં ખોવાયો છું. નથી જોયા મેં કદી કોઈના સપનાના રંગો, છતાં આ આંખોમાં આંસુના અત્તર કેમ ભર્યા છે? સમયના કાંટા જ્યારે હૃદયને ચીરીને નીકળે, ત્યારે સમજાય છે કે, હું ક્યાંક અધૂરો રહ્યો છું. ભીડમાં ઉભો રહીને મેં ખુદને જ શોધ્યો છે, અને અંતે જાણ્યું કે, હું તો અરીસાની પાછળ છું. જે વાત કહેવા માટે કલમ ઉઠાવી હતી મેં, એ વાત તો આ કાગળ પર અધૂરી જ રહી ગઈ છે.