Anilkumar Rathwa (Sameer) 07 Apr 2026 ग़ज़ल देश-प्रेम "અસ્મિતાનો રણકાર" 6864 0 Gujarati :: ગુજરાતી
ભલે બદલાય આ દુનિયા, જૂની વાતો નથી ભૂલવી, ગુજરાતી સાહિત્યની મીઠી એ યાદો નથી ભૂલવી. હશે તડકો ભલે આધુનિકતાનો ચારે બાજુ પણ, કવિઓના હૃદયની શીતળ એ છાયા નથી ભૂલવી. વહે છે લોહીમાં જે નર્મદ ને દલપત બની આજે, કબાટોમાં પુરાયેલી પુસ્તક-માયા નથી ભૂલવી. નથી આ માત્ર અક્ષરો, આ તો હૈયાના ધબકારા, ગઝલ, ગરબા ને લોકગીતોની એ લય નથી ભૂલવી. ખુમારી જે શીખવે, પ્રેમની વ્યાખ્યા જે સમજાવે, આપણી ભાષાના રણકારની એ દુનિયા નથી ભૂલવી. હશે હોઠે ભલે અંગ્રેજી કે બીજી અન્ય કોઈ ભાષા, પણ માના હાલરડાંના સૂરની એ મમતા નથી ભૂલવી.