Anilkumar Rathwa (Sameer) 04 Apr 2026 ग़ज़ल समाजिक "ખુમારી" 4951 0 Gujarati :: ગુજરાતી
અપેક્ષાના અંધારે હવે દીવો કરી તો જુઓ, તમે પોતે જ પથ્થરમાં નવો ચીલો કરી તો જુઓ. નજર મીંચીને બેઠા છો તમે જેની પ્રતીક્ષામાં, એ ખુદ પોતે જ છે અંદર, જરી ડોકું કરી તો જુઓ. સહારા તો સદાયે પાંગળા કરી નાખશે તમને, ખુમારીના ખભા પર હાથ પોતાનો ધરી તો જુઓ. હજારો હાથ ઊઠશે રોકવાને માર્ગમાં તારા, હૃદયમાં એક અણનમ શૌર્યનો ધબકો કરી તો જુઓ. નથી મળતી કદીયે ભીખમાં મંઝિલની આશાઓ, તમે પુરુષાર્થથી ભાગ્યની રેખા હરી તો જુઓ. નથી મંજૂર અમને કરગરીને જીવવું ક્યાંયે, સ્વમાની શ્વાસથી આયખું આખું નવું કરી તો જુઓ. જગત તો કાચનું ઘર છે, અહીં પથ્થર ઘણા મળશે, તમે અણનમ રહીને સ્મિતનો પલ્લો ભરી તો જુઓ.