Anilkumar Rathwa (Sameer) 19 Mar 2026 ग़ज़ल समाजिक "ધૈર્યની ધરા" 3793 0 Gujarati :: ગુજરાતી
ઉતાવળના ઓરતા સૌ આંખમાં ભરી બેઠા, વગર વાવે જ લણણીની જિદ્દ કરી બેઠા. તપસ્યાના તાવણે જે તપે એ જ કંચન છે, અહીં તો લોક કાચને હીરો ગણી બેઠા. નથી ખબર કે વડલો થવામાં યુગો વીતે, બસ કૂંપળ ફૂટતા જ છાંયડો માંગી બેઠા. પથ્થરને ક્યાં ઉતાવળ છે મૂરત બની પૂજાવા? પણ માણસ ટાંકણાના ઘાથી ડરી બેઠા. વહે તું 'સમીર' થઈને, શીતળતા પાથરવા, કે આંધી થઈને કેટલાય રણમાં ખરી બેઠા.