Anilkumar Rathwa (Sameer) 24 Sep 2026 ग़ज़ल प्यार-महोब्बत #google#bing#chhotaudepur#instagram 5705 0 Hindi :: हिंदी
રહેલા ઘાવને બજારમાં શું કદિલમાં હેવું? દરેક દર્દને જગમાં ગવડાવી દેવાનું નથી. સુગંધ બનીને જીવવું હોય તો ફૂલ જેવું જીવો, કાંટાનો હિસાબ હૃદયમાં ગણાવી દેવાનું નથી. વરસાદ ભલે વીતી જાય ને ઋતુઓ બદલાતી રહે, સ્નેહનું વૃક્ષ સહેજે સુકાવી દેવાનું નથી. શબ્દો શ્વાસ સમા પવિત્ર હોવા જોઈએ, વાણીથી કોઈનું હૈયું દઝાવી દેવાનું નથી. સંબંધની ડોર જો સાચી શ્રદ્ધાથી બંધાય, ક્ષણિક અહંમાં એને તોડાવી દેવાનું નથી. સમીર નામે જીવવું છે સ્વચ્છ આકાશ સમું, માન વેચી જગને રીઝવાવી દેવાનું નથી.