Anilkumar Rathwa (Sameer) 05 Jun 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 11035 0 Gujarati :: ગુજરાતી
નસીબની લકીરોમાં હું હરકત કરી લઉં છું, અંધારાના ઊંડાણમાં હું રયત કરી લઉં છું. સંબંધોના સરવાળે ક્યાંય ઠરવા નથી મળતું, સ્વયંની ભીતર હું નવી આફત કરી લઉં છું. ખરેલી પાંખડીઓની સુગંધ વહેંચી દઉં સૌને, ગઝલના મંચ પર હું આ રિયાજત કરી લઉં છું. જગતને તો ભલે લાગે કે હું સાવ એકલો છું, શૂન્યને આંગણે હું કંઈક મિલકત કરી લઉં છું. ‘સમીર’ નામનો દીવો અડાબી ઊભો છે પવનમાં, પ્રભુની મહેર છે, હું આખું જગત કરી લઉં છું.