Anilkumar Rathwa (Sameer) 01 Mar 2026 ग़ज़ल प्यार-महोब्बत "મન અને પ્રેમ" 7014 0 Gujarati :: ગુજરાતી
જ્યાં હૃદયમાં વાસ હોય, ત્યાં મન કદી ભરાતું નથી, પ્રેમ જેનો શુદ્ધ હોય, એ યાદમાં થાકતું નથી. લાગણી જો હોય ઘેરી, તો સમય ખૂટતો નથી, મન ભરાઈ જાય તો, સગપણ કદી ટકતું નથી. સાથ ગમતો હોય તેનો, તો સફર લાંબી નથી, હોય જો કંટાળો મનમાં, સ્મિત પણ મળતું નથી. પ્રેમ તો એ છે જે હરદમ, તાજગી આપ્યા કરે, વાસી સંબંધોના ચોપડે, નામ કોઈ લખાતું નથી. સ્વાર્થમાં ડૂબેલા માનવ, પ્રેમ શું સમજી શકે? જે સમંદર થઈ વહે, એ પાત્રમાં માતું નથી.