Anilkumar Rathwa (Sameer) 17 Mar 2026 ग़ज़ल समाजिक "મનનો મહેરામણ" 3619 0 Gujarati :: ગુજરાતી
બહાર લડવા કરતાં તું, મન સાથે લડતા શીખી જા, ભીતર ઉઠતા વાવાઝોડાં, શાંત કરતા શીખી જા. કોઈની છીનવેલી જીતમાં, ક્યાં મળે છે સુખ કદી? પોતાના પર વિજય મેળવી, જીતતા તું શીખી જા. મુસીબત જો ખટખટાવે દ્વાર, તો ગભરાઈશ નહીં, સમયને સમજી, સંજોગો સામે લડતા શીખી જા. નથી બદલાતા માણસો, કે નથી બદલાતા સંજોગો, સમયની સાથે તારા મનને, બદલતા તું શીખી જા. ક્રોધ આવે તો લગામ, તારા હાથમાં તું રાખજે, હારીને પણ જિંદગીમાં, જીતતા તું શીખી જા.