Anilkumar Rathwa (Sameer) 14 Jun 2026 ग़ज़ल समाजिक #Google#bing#chhotaudepur#instagram 1754 0 Gujarati :: ગુજરાતી
લોકોના અભિપ્રાયોની આ જાળ ગૂંચવાયેલી છે, પોતાની મંજિલ શોધવી એક મથામણ છે. નોકરીની પાછળ ભાગે તો કહે 'નવું કંઈક કર', પોતાનો માર્ગ પસંદ કરે તો કહે 'નોકરી જ ઠીક હતી'. ભીડ તો ટેવાયેલી છે માત્ર તાયફા જોવાની, સફર તો એકલા હાથે જ કોતરીને કાઢવાની છે. આજે જે હસી રહ્યા છે તારા અશ્રુ જોઈને, કાલે તારી સફળતાના કસીદા એ જ વાંચશે. જિંદગી તારી છે તો ફેસલો પણ તારો હોવો જોઈએ, દુનિયા તો બસ તારી કસોટીમાં જ રચાયેલી છે.