Anilkumar Rathwa (Sameer) 03 Apr 2026 ग़ज़ल समाजिक "મુખવટો" 5452 0 Gujarati :: ગુજરાતી
ગામડાની ધૂળ ખંખેરી હવે શહેરી થઈ ગયા, જે હતા કાલે સાવ તળિયે, આજ શિખરી થઈ ગયા. બંગલાની એ દીવાલોમાં કેદ એવા થઈ ગયા, કે પાડોશી પણ હવે તો સાવ નજરી થઈ ગયા. ગાડીઓમાં એ ફરે કે રસ્તા પણ ટૂંકા પડ્યા, માણસાઈ વેચીને જેઓ ખૂબ અમીરી થઈ ગયા. સમાજની વાતો હવે તો લાગે છે એમને જૂની, સંસ્કાર ત્યાગી ગર્વમાં એ સાવ જહેરી થઈ ગયા. જેમણે આંગળી પકડી હતી, એને જ ઓળખતા નથી, સંપત્તિ શું વધી કે લોહી પણ લહેરી થઈ ગયા. 'સમીર', આ તો સમયની રમત છે, સમજી લેજે તું, જે ફૂલાયા હતા બહુ, એ જ કાલે પથ્થરી થઈ ગયા.