Anilkumar Rathwa (Sameer) 03 Jun 2026 ग़ज़ल समाजिक #google#bing#chhotaudepur#instagram 6995 0 Gujarati :: ગુજરાતી
રસ્તામાં ક્યાંય કોઈ મુકામ નથી, મંઝિલ સુધી પહોંચવાનું નામ નથી. લોકો કહે છે દુનિયા આખી બદલાઈ ગઈ, પણ ભીતર આજેય એ જ ગામ નથી. સ્વપ્નોની શોધમાં હું નીકળ્યો છું, પણ માર્ગમાં ક્યાંય આરામ નથી. શીખી લીધું છે મેં પણ હવે જીવતા અહીં, નયનોમાં હવે કોઈનો ગુલામ નથી. "સમીર" તારી ગઝલોમાં સાચું લખ્યું છે તે, કે સત્ય બોલવાનું હવે કોઈ ઠામ નથી.