Anilkumar Rathwa (Sameer) 21 Mar 2026 ग़ज़ल समाजिक "પાત્રતાનો સૂર્યોદય" 6560 0 Gujarati :: ગુજરાતી
વહેંચવા તૈયાર બેઠી જિંદગી આખું નગર, શરત છે એટલી જ કે, તું પાત્રતા કેળવી તો જો. સાગર મહી મોતી ઘણાં છે, હાથ એના જ જશે, ડૂબવા જેવો મહીં, તું એક અવસર થઈ તો જો. પથ્થરોમાં પ્રાણ ફૂંકાયા નથી હોતા કદી, તારી અંદરના શિલ્પીને, તું સદ્ધર કરી તો જો. ક્યાં સુધી માંગશે ભીખ તું બીજાના અજવાળાની? ખુદને સળગાવીને તું, એક મઝહર થઈ તો જો. આભ પણ ઝૂકી જશે તારા ચરણને ચૂમવા, આત્મવિશ્વાસના એ આભમાં, તું અવસર થઈ તો જો.