Anilkumar Rathwa (Sameer) 03 May 2026 ग़ज़ल समाजिक #gujaratipoem#google#bing#yaho0 7982 0 Gujarati :: ગુજરાતી
વીતી રહ્યો જે વક્ત એને, પ્રેમથી સંભાળ તું, રેત માફક હાથમાંથી, જાય ના સરકી બધું. ક્યાં ખરચાયું આ આયુષ્ય? એનો જરા હિસાબ કર, વ્યર્થ વાતોમાં ક્યાંક ખૂટી, જાય ના આખું જીવતર. લક્ષ્ય તારું છે અટલ, તો ચાલવાનું રાખ તું, થાક લાગે તો ભલે, પણ રોક ના ડગલું વધુ. જે ગયું એ ગયું હવે, એનો ન કર તું અફસોસ, આજની જે પળ મળી, એને જરા શણગાર તું. નીર જેવો વહી જશે, ‘સમીર’ આ મંગલ સમય, શ્રેષ્ઠ રાખી કર્મને, મંઝિલ હવે પામી લે તું.