Anilkumar Rathwa (Sameer) 14 Feb 2026 ग़ज़ल अन्य "શબ્દોનો આ ખેલ" 11737 0 Hindi :: हिंदी
હું ય લખું છું ને તું ય લખે છે, ખબર નથી પડતી આ વાંચે કોણ છે. કાગળ ઉપર આ લાગણીઓ ઉતરે છે, પણ હૃદયના ધબકારે એને માપે કોણ છે? અહીં અક્ષરોની ભીડમાં ખોવાયા છે સૌ, પણ મૌનનો સાચો અર્થ ઉતારે કોણ છે? મેસેજમાં સ્માઈલી તો મોકલી દીધા તેં, પણ પાછળ છુપાયેલું આંસુ ભાળે કોણ છે? સંવાદોના આ દરિયામાં ડૂબ્યા છીએ આપણે, પણ કિનારે બેસીને આપણને તારે કોણ છે?