Anilkumar Rathwa (Sameer) 15 Sep 2026 ग़ज़ल समाजिक Google#bing#chhotaudepur#instagram 9281 0 Hindi :: हिंदी
બધાને ગમતું મળી ગયું, મારું જ કેમ નથી મળ્યું? હે ઈશ્વર! મારા ભાગ્યમાં પ્રભાત કેમ નથી ઊગ્યું? કોઈના આંગણે વસંતનાં મંગલગીત ગુંજે છે, મારા ઉંબર પર પાનખરનું ગીત કેમ નથી ગવાયું? કોઈની આંખોમાં સ્વપ્નસૃષ્ટિનું સોનેરી આકાશ, મારી પાંપણ પર એક કિરણનું દાન કેમ નથી ઊતર્યું? માગ્યું નહોતું ગગન આખું, એક કિરણની ઝંખના હતી, મારી અમાસને ચાંદનીનું વરદાન કેમ નથી મળ્યું? અધર પર સ્મિતની સરિતા સૌની નિરંતર વહે છે, મારા અંતરમાં સુખનું ઝરણું કેમ નથી ફૂટ્યું? પ્રાર્થનાના દીપ પ્રગટાવી, દ્વારે બેઠો પ્રતીક્ષામાં, મારા મૌનને તારો એક પ્રતિસાદ કેમ નથી મળ્યો? સમીર, વિધિના વંટોળે દીપક મારો ડોલાવ્યો છે, પણ આ અંધારી રાતને અંતનો સંકેત કેમ નથી મળ્યો?