Anilkumar Rathwa (Sameer) 31 Mar 2026 ग़ज़ल समाजिक "નિષ્ઠાની કસોટી" 3629 0 Gujarati :: ગુજરાતી
શરણમાં ઈશ્વરની ગયા તો પણ શું થયું? સ્વજન સાથે જો છલ કર્યું તો પણ શું થયું? દગો દઈને તમે જીતી ગયા આખું જગત, પણ અંતર જો મેલું રહ્યું તો પણ શું થયું? વફાદારીની વ્યાખ્યામાં કુંભકર્ણ અમર થયો, વિભીષણ થઈને જીવ્યા તો પણ શું થયું? મહેલો મળ્યા ને રાજગાદી પણ મળી ગઈ, પણ ડાઘ જો માથે રહ્યો તો પણ શું થયું? 'સમીર' જેણે ઉંબરો પોતાનો જ બાળી નાખ્યો, પછી દુનિયામાં નામ થયું તો પણ શું થયું?