Anilkumar Rathwa (Sameer) 02 Apr 2026 ग़ज़ल समाजिक "જગતનો અંદાજ" 4301 0 Gujarati :: ગુજરાતી
દુનિયાના કડવા વેણથી ક્યારેય ન ગભરાશો, કાચના ટુકડા સમજી હીરાને ત્યાગે છે આ જગત. પોતાની કિંમત પોતાની ભીતર જ તું શોધજે, અંધારામાં રહીને અજવાળાને માપે છે આ જગત. જે કચડી નાખે છે રસ્તાના પથ્થરોને પાય નીચે, એ જ મૂર્તિ બનાવીને માથું ટેકવે છે આ જગત. તું તો વહેતી નદી છે, સાગરને મળવાનું રાખ, ખાબોચિયામાં રહીને ઊંડાઈ ક્યાં જાણે આ જગત? 'સમીર' જેવી ખુશ્બૂ બનીને હવામાં ફેલાઈ જા, બંધ મુઠ્ઠીમાં પવનને ક્યાંથી રોકી શકશે આ જગત?