Anilkumar Rathwa (Sameer) 25 Feb 2026 कविताएँ समाजिक "આત્મવિશ્વાસનું આકાશ" 3025 0 Gujarati :: ગુજરાતી
ગભરાટના આ પહાડને ઠોકર લગાવી દે, તું તારી મહેનતથી નવું આકાશ બનાવી દે. પેપરના સફેદ પાના પણ પૂછશે તને સવાલ, તું અક્ષરોમાં તારો આત્મવિશ્વાસ જણાવી દે. શાને ફિકર કરે છે કે શું થશે પરિણામ? તું બસ તારી હિંમતનો દીવો જલાવી દે. આ બોર્ડની પરીક્ષા તો એક નાનકડું સોપાન છે, તું ડરને તારી મહેનતનો રસ્તો બતાવી દે. ખુદ પર ભરોસો રાખીને કલમ ઉપાડ તું, તું તારા ભાગ્યને પોતાની મુઠ્ઠીમાં નમાવી દે.