Anilkumar Rathwa (Sameer) 11 Mar 2026 कविताएँ समाजिक જિદનું સરનામું: સફળતા 3756 0 Gujarati :: ગુજરાતી
ચિંતા કરવાથી કદી આભ ફાટતું નથી, ને બેસી રહેવાથી નસીબ જાગતું નથી. બેરોજગારી ભલે હોય એક પહાડ જેવી, પણ શિક્ષણ વિના એનું શિખર કપાતું નથી. વધશે ચિંતા જેટલી, ગૂંચવાશે એટલા રસ્તા, વાંચ્યા વગર ઉકેલનું પાનું વંચાતું નથી. પુસ્તકને બનાવ તું તારું સૌથી ધારદાર હથિયાર, જ્ઞાનના તેજ વિના અંધારું હટાતું નથી. મહેનતની શાહીથી લખ તું તારી કિસ્મત, કારણ કે જિદ વગર કોઈ લક્ષ્ય પામ્યું નથી.